તે અમે

હાસ્યદા પંડ્યા
08-09-2020

ઝાકળ પીને નિત સવારે સરતાં ફૂલો તે અમે,
ઢળતાં સૂરજના તડકે ખરતાં ફૂલો તે અમે.

એક એક લહર આવતી પ્હેરી લીલા પડછાયા,
તોપો વચ્ચે વેલ પાંગરી રડતાં ફૂલો તે અમે.

બધાં નીકળ્યા બાંધી દરિયા કૂવાથંભની ટોચે,
ઝરણાંના કલરવમાં ઊગી તરતાં ફૂલો તે અમે.

નજર આકરી લાગે એવાં ફળના ચીરા ચારેકોર,
હળું પવન સાંધતો પગરવ રમતાં ફૂલો તે અમે.

દ્રૌપદીના લીરેલીરા થાય આ કૌરવ સભામાં
એની કોમળ આંગળીએ ઝરતાં ફૂલો તે અમે.

e.mail : [email protected]

Category :- Poetry