તૂટી ગઈ

હાસ્યદા પંડ્યા
08-09-2020

સંબંધોની એક ગૂંથેલી જાળ હવે તો તૂટી ગઈ,
મરી ગયું છે મચ્છ પાળ હવે તો તૂટી ગઈ.

રણની વચ્ચે દરિયાનું શબ એવું તરતું આવે,
વૃક્ષો તણાયાં જાય ભાળ હવે તો છૂટી ગઈ.

અંધારાની પીઠ પર બેસી અજવાળાને જુઓ કોઈ,
આગિયે ઝબક્યું આભ ફાળ હવે તો ફૂટી ગઈ.

તંબૂરાની તીણી તીણી સાંજને તો સુણો લ્યો,
છલબલતા એ હૈયાની લાળ હવે તો લૂંટી ગઈ.

લ્યો આ અમને આપી શકો તો આપો ક્ષણને,
ફુગ્ગો ફૂટ્યો હમણાં પાળ હવે તો તૂટી ગઈ.

e.mail : [email protected]

Category :- Poetry