ગમતું નથી

મુકેશ પરીખ
01-07-2020

અરીસો બતાવું તો એમને ગમતું નથી,

ખોટી ખુશામત કરવી મને ગમતું નથી.

મિત્ર હોવાનો દાવો કરતા તે થાકતા નથી,
ઘડી બે-ચાર માંગું તો એમને ગમતું નથી.

તારા માટે જાન પણ હાજર છેકહ્યા કરે,

ફોન ઉપર વાત કરું તો એમને ગમતું નથી.

ક્યારે મળીશની રટ લગાવે દિવસ-રાત,

અચાનક ઘરે જઈ ચઢું તો એમને ગમતું નથી.

ફરી મળવાનો વાયદો તો કરતા નથી,

મળ્યા પછી છૂટા પડવુંમુકેશને ગમતું નથી.

 

https://www.facebook.com/mukesh.parikh.90

Category :- Poetry