બાગ છે …..

નારણ મકવાણા
29-06-2020

ચારે તરફ આગ છે.
કાગળ ઉપર બાગ છે.

ધોયો ધણો વ્હેમથી,
ઘેરો પ્રણય દાગ છે.

પાળો ભલે દૂધ પઇ,
સંબંધ પણ નાગ છે.

પૈસા થકી ચાલતો,
સરકારી વિભાગ છે.

ઈમાનદારી ઘડો,
સીસમ અને સાગ છે.

ખાબોચિયાં ખોટનાં,
પાપી નજર કાગ છે.

આલાપ નૈ રાત દી'
આ વેદના રાગ છે.

શૈશવ તણું સંસ્મરણ,
વિત્યો સમય ફાગ છે.

દુઃખો ધણાં આ જગે,
તિતિક્ષા જ વૈરાગ છે.

૧૬/૬/૨૦૨૦

Category :- Poetry