ગઝલ ..

સિદ્દીક ભરૂચી
30-05-2020

તોડનારા જોડનારા એક છે,
આપનારા લૂટનારા એક છે.

આ નગરમા દોસ્તો, ભૂલા પડો,
ચાહનારા ડારનારા એક છે.

એમની આંખોમાં આવો ના તમે,
છાપનારા ઢાંકનારા એક છે.

પાંચ વરસો બાદ મળતાં ખુરશી પર,
માંગનારા આપનારા એક છે.

હોસ્પિટલથી જે રૂખસદ થાય ત્યાં,
ખોદનારા દાટનારા એક છે.

જે સડક પર આજ રોકે વાહનો,
નોંધનારા ભૂંસનારા એક છે.

મારા ફળિયામાં છે 'સિદ્દીક' દોસ્તો,
જોડનારા ફાડનારા એક છે.

e.mail : [email protected]

ભરૂચ, ગુજરાત, ભારત

Category :- Poetry