કપરા કાળને

રહમ ‘ફિકરી’
22-05-2020

કેટલો કઠોર તું?
કેટલો નઠોર તું?
વાદ ને વિવાદમાં
કેટલો ચકોર તું ?
ધૂળ પણ વજન ખમે
મૂળથી અધોળ તું !
તાળી કે થાળી શું,
શૂન્યનો પ્રકોપ તું !
શબ્દના સાથરે
વાણીમાં અજોડ તું !
અંત ક્યારે આવશે
પહેલેથી પ્રદોષ તું !

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 22 મે 2020

Category :- Poetry