ગઝલ.લાઇક

સિદ્દીક ભરૂચી
14-03-2020

ગઝલ "લાઈક" કરીને શું કરે છે!
રજીસ્ટ્રેશન એ વાંચનનું કરે છે.

અહીં યાદોની નગરીમાં વસીને,
મને 'ડિસ્ટર્બ' કોઈ નહિ તું કરે છે.

હિસાબોમાં અભણ કરતાં વધારે,
ખાતાઓ તો જરા સમજું કરે છે.

મગજમારી અહીં તુંની નથી, દોસ્ત,
મગજમારી ફકત બસ 'હું' કરે છે.

કરે કામણ તું ફૂલો પર ઓ શબનમ,
ઈબાદત ભૂખની આંસુ કરે છે.

અમારા શહેરમાં ઈન્સાન નીરખી,
પશુઓ રોજ મન ખાટું કરે છે.

e.mail : [email protected]

Category :- Poetry