પાષાણ સત્ય

યોગેશ પટેલ
06-01-2020

ચાલ ક્ષણેક ખડકાઈ જઈએ
આપણે ય પાષાણ થઈ જઈએ
ન સુખ, ન દુ:ખ, ન રામ

ભલે અહલ્યા પાષાણ રહે
ભલે રામ અફવા થઈ ફરે

જેને સૂર્યની સમજ હતી તે
બધાં અહીંથી જતાં રહ્યાં છે
સૂર્ય પણ અફવા થઈ ફરે છે

અંધારે રામને પણ રસ્તો નથી મળવાનો

વાત ચાંદનીમાં સત્યને મૂકીને
અર્થે ચમકાવવાની છે

અને સત્ય તો એ છે કે
આ અવાવરે રસ્તે અહલ્યાને માટે
કોઈ રામ ભૂલો પડવાનો નથી

Category :- Poetry