માફ કરીશ

પ્રતિષ્ઠા પંડ્યા
26-10-2019

કોઈની આંખે વણ પ્રગટેલા 
ઝૂરે દીવડા આશાઓના 
કેમ કરી પ્રગટાવવા મારે
આંગણ કોડિયાં ટમટમતાં 

કોઈને આંગણ ભૂંસાઈ ગઈ
કોઇ પગલાં કેરી ભાત બધી
કેમ કરી ચિતરવી મારે 
આંગણ રંગરંગી રંગોળી 

કોઈના ફળિયે સડતી
ફસલ આખી સફરજનની
કેમ કરી કરવી મિજબાની
મઠિયાં, સેવ, સુવાળીની

કોઈને આંગણ ચીસ કકળતી
તૂટતાં પથ્થર, કાચ ને માથાં, 
કેમ કરી ઉજવું દિવાળી
કેમની મઝા હો આતશબાજીની?
 
કોઈની વાણી ગઈ લુંટાઈ
ખખડતી શબ્દોની લાચારી
માફ કરીશ આ વરસ તું મુજને
જો દઉં ના વધાઈ તને દિવાળીની? 

Forgive me

                                   — Pratishtha Pandya

When unlit lamps of hope
line those eyes
how do I decorate this window 
with lamps shining bright?
When footprints get erased
from your courtyard
how can I decorate mine
with colourful designs of Rangoli?
When harvested apples rot
in your backyard
how do I enjoy these festive treats
those mathiya, sev, suvali? 
In your house I hear a wail
the sounds of cracking 
stones, glass, and skulls
How can I celebrate Diwali? 
How do I drown myself
in the sounds of fireworks?
Someone robbed you 
of your speech
Resounding helplessness 
of words I hear.
Would you  forgive me then
if I were to not wish you 
a happy Diwali this year? 

[Translated from Gujarati : Pratishtha Pandya]

Category :- Poetry