અજોધ્યાજી

સુધીર સક્સેના [હિંદીમાંથી અનુવાદ : રમણીક અગ્રાવત]
16-10-2019

દાદા માટે અયોધ્યા હતું અજોધ્યાજી,
ફઈબા માટે પણ અયોધ્યા અજોધ્યાજી,
બીજાઓ તો ઠીક
ઘાણીએથી તેલનો ડબ્બો મૂકવા આવતાં
મામદઘાંચી માટે પણ અજોધ્યાજી
પિતાલલાને પગે હાથ રાખી કહેતાં અજોધ્યાજી
આસ્થાના આ નિરંતર લોકમાં વિચરતાં
આ સૌ માટે ક્યાં શક્ય હતું,
‘જી’ લગાવ્યા વિના ઉચ્ચારવું.
રામની નગરીનું નામ.
જેઓ ભણેલાગણેલા નથી,
નથી જેમની પાસે કોઈ હોદ્દો,
પરંતુ જેઓ વસ્તુઓને ભાવથી જુએ છે,
એ સૌ માટે અયોધ્યા અયોધ્યા નહીં
આજ પણ છે અયોધ્યા,
અજોધ્યાજી.

૭, મુક્તાનંદ સોસાયટી, નર્મદાનગર, જિ. ભરુચ, ૩૯૨ ૦૧૫.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઑક્ટોબર 2019; પૃ. 16

Category :- Poetry