અયોધ્યા

સુધીર સક્સેના [હિંદીમાંથી અનુવાદ : રમણીક અગ્રાવત]
16-10-2019

અયોધ્યામાં ફૂલો ખીલે છે,
માળા ગૂંથે છે અબ્દુલ્લા અને ખુદાબક્ષ,
અયોધ્યામાં વિચરે છે ચાખડીઓ,
ચાખડીઓ બનાવે છે ફજલુ અને રફીક,
અયોધ્યામાં સુગંધો છે,
અત્તર બનાવે છે શફીકુર્રહેમાન
અયોધ્યામાં જન્મ્યા અને અયોધ્યાની માટીમાં મળ્યા અબ્દુલ્લા, ખુદાબક્ષ,
ફજલુ, રફીક અને શફીકુર્રહેમાનના પૂર્વજો,

ફૂલોના હોવાથી છે અયોધ્યા-અયોધ્યા
અત્તરથી મઘમઘ છે અયોધ્યાની હવા -
અને ચાખડી-ચાખડી વગર શોભે નહીં
રામજીની અયોધ્યાના પગ.

૭, મુક્તાનંદ સોસાયટી, નર્મદાનગર, જિ. ભરુચ, ૩૯૨ ૦૧૫.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઑક્ટોબર 2019; પૃ. 16

Category :- Poetry