હજીય ઇક્ષુશાકિન છે!

પંચમ શુક્લ
25-04-2019

જ્યાં જુઓ ત્યાં સોવિન છે,
પીળિયો છે તો મુમકિન છે.
મીઠાં સાથે નમકિન છે,
મોઢું છે તો મુમકિન છે.
કોરોમોરો નૅપ્કિન છે,
મહેમાન છે તો મુમકિન છે,
ખડબડ, બડબડ બૉબિન છે.
વણતર છે તો મુમકિન છે.
ઉમેદવારો ઉચ્ચકિન છે,
ચૂંટણી છે તો મુમકિન છે.
ચાંપ ઇતરને આધીન છે,
EVMમાં મુમકિન છે.
હજીય ઇક્ષુશાકિન છે!
'નૃપ દયાહીન' મુમકિન છે.

***

સોવિનઃ સોનું, સુવર્ણ

પીળિયોઃ કમળાનો રોગ

ઉચ્ચકિનઃ ગભરાયેલું; બેબાકળું

ઇક્ષુશાકિનઃ શેરડી થાય એવું ખેતર , ઇક્ષુ ( શેરડી ) + શાકિની ( વાડી )

'નૃપ દયાહીન': કલાપીના કાવ્ય "ગ્રામમાતા"ની કડી ‘રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ' સાથે અનુસંધાન રચ્યું છે.

***

23/4/2019

Email: [email protected]

Category :- Poetry