કૂતરાનો સંઘ

પંચમ શુક્લ
11-03-2019

કૂતરાનો સંઘ નીકળ્યો છે જવા કાશી, 
ભસીભસીને કોઈને મટતી નથી ખાંસી.

પથ-શપથના ભાસમાં જડતી નથી કેડી,
સ્મૃતિ હતી જે શેષ તે પણ ક્યાં ગઈ નાસી?

હેત હડકાયાપણાનું ભેટવા દોડે,
કોરી આંખોમાં ક્ષિતિજ ડૂબ્યા કરે પ્યાસી.

મોત વહેલું આણવાની ખૂબ જમાડીને,
માલપૂઆ નાખીને આ રૈયતો રાશી.

બાણથી પૂરે બધાનું મુખ કોઈ તો હું કહું 
એક ગઝલ જે થઈ રહી છે વણકહી વાસી.

e.mail : [email protected]

Category :- Poetry