હામને હાંસિયો

પંચમ શુક્લ
11-03-2019

ભૂતને પીપળો મળી રહે છે,
સુસ્તને કામઢો મળી રહે છે.

લોભિયો હોય ત્યાં ધુતારો પણ,
કોઈને કોઈ તો મળી રહે છે.

તેડવો ક્યાં પડે તમાશાને?
ખેલને તાળીઓ મળી રહે છે.

ભક્તને ઇશ્વરો મળી રહે છે,
પ્રાણીને પાલકો મળી રહે છે.

હોય નિર્ધાર તો વદી જ શકો,
હામને હાંસિયો મળી રહે છે.

e.mail : [email protected]

Category :- Poetry