નાખતા રહેજો મત મસાણે

પંચમ શુક્લ
16-12-2018


રોકડ આપું! કેટલી આપું?
જેટલી માગે એટલી આપું!

ઊર્ધ્વમૂલી છોડના છોરું,
નોટબંધીની ગોટલી આપું!

રોપવું, સીંચવું, લણવું શાને?
બીજને બદલે રોટલી આપું!

કડક, મીઠી ઘૂંટડે પીજો,
ચાયવાળાને કીટલી આપું!

ઘામને બદલે ઘારણ વળજો,
ખોરડે, ખોરડે ખાટલી આપું!

ટાઢા પાણીએ ખસ જો નીકળે,
નાવણિયામાં પાટલી આપું!

નાખતા રહેજો મત મસાણે,
ભાગતા ભૂતની ચોટલી આપું!

15/12/2018

ઊર્ધ્વમૂલ: સંસાર, જગત, દુનિયા. જેનાં મૂળ ઉપર અને શાખા નીચે છે અને વેદ જેનાં પાંદડાં છે એવા અવિનાશી પીપળા તરીકે સંસારને કલ્પવામાં આવેલ છે.

e.mail : [email protected]

Category :- Poetry