સંધ્યાના રંગો વચ્ચે હું મુગ્ધ

‘નવ્યાદર્શ’
02-11-2018

‘મારે કોઈની જરૂર નથી.’
એમ કહેતાં કહેતાં
અમુક વ્યક્તિઓ આદત બની જાય છે
એ પછી એ આદત કસમો અને માફીઓનો વરસાદ વરસાવે છે.

પ્રેમ….. પ્રેમ….. પ્રેમ….
શા માટે લોકો આ પ્રેમને ત્રણ વાર બોલતા હશે?
મને નથી સમજાતું.
હું તો જ્યારે બોલું છું ત્યારે માંડ બે વાર બોલી શકું
પછી તો આંખો ભીની થઈ જાયને?
કમજોરી બની ગયા છે મારી દયા અને માફી
આદતમાં હવે સુમાર છે આ દયા અને માફી
મારો સ્વભાવ શું એટલો બદલાયો છે?
કે મારું મન હવે તારું પણ માનતું નથી?

સંધ્યાના રંગો વચ્ચે હું મુગ્ધ બની આકાશને આંબુ છું
આંખો ખૂલતાં હું મને અંધકારમાં વીંટળાયેલી પામું છું
ઓ રાહી! તારું વૃક્ષ ક્યાં છે?
આ અંધકારમાં હું ભૂલી પડી છું
પેલા શબ્દો પડઘાય છે મારા કાનોમાં
પ્રેમ… પ્રેમ…. પ્રેમ….

હું ફિનિક્સ નથી, કે મારી ખુદની રાખમાંથી ઊભી થાઉં
આદતને વશ હું ભૂલો કરું છું
પડું છું, આખડું છું, ઠેબે ચડું છું
આદતોને ભૂલવા પ્રયાસો કરું છું
અને શીખું છું ફરી માણસને ઓળખતા.
‘ઓ રાહી, આમ તો મારે કોઈની જરૂર નથી,
બસ આ બોજિલ અંધકારમાં
તારા વૃક્ષની એક નાની શી ડાળીનો સહારો મળી જાય …’

Email : [email protected]

Category :- Poetry