પીળા પ્રદેશમાં

‘નવ્યાદર્શ’
23-07-2018

કોઈ આશા રાખીશ મારી પાસે

તારું આકાશ, સિતારાઓ અને કલ્પનાઓનાં ઉડ્ડયનો

હવે મને લોભાવી નહીં શકે હો.

તારા શબ્દો અને તારો અવાજ

આજે થાકી ગયા છે,

મારા હૃદય સુધી પહોંચવામાં.

મારી આંખો સામે આજે તું છે,

બહુ નજદીક, સાવ મારી પાસે

પણ, તારો અહેસાસ આજે બહુ દૂર છે.

આજે મારી નજર તારા પર ટકતી નથી

જો હવે,

આજે તારો પ્રેમ સાવ અજાણ્યો બની ગયો છે

એટલે

તારું પાસે હોવું, હોવા બરાબર રહ્યું છે.

કોઈ પીળા પ્રદેશમાં

મારાં સ્વપ્નાંઓ હવે લીલાં થઇ ગયાં છે.

તારા પ્રેમના પ્રદેશથી દૂર

મારા પ્રેમનાં સપનાંઓ હવે મારાં થયાં છે.

તું ભુલાયો નથી ઉરપ્રદેશમાં

બસ લીલાં ઘાસની જેમ સુકાયો છે.

ક્યારે વરસાદ આવશે અને ફરી ક્યારે તું

લીલા ઘાસની જેમ લહેરાતો યાદ આવશે...?

Email : [email protected]

Category :- Poetry