તારું આજે ન હોવું

‘નવ્યાદર્શ'
15-05-2018

આજે તારી સાથે ખરેખર વાત ન થઇ
તને ખબર છે
હજુ કાલે જ તો તે મને પ્રેમથી સુવડાવ્યો હતો.
કહ્યું પણ હતું કે, 
'હું ક્યાં ક્યાં ય ભાગી જવાની છું,
અહીં જ છું, 
તારી જ છું,
ને કાલે ખૂબ વાતો કરીશું ....."
કાલ આજ બની ગઈ છે જો.
તારા કહેવા માત્રથી 
પણ 
મારી આંખો તો ગઈકાલને જ જીવવા માંગે છે
એટલે જ તો 
કેટલીયે આંખો બંધ કરી હતી અંધકારમાં 
પણ ઊંઘ હરામ હતી જો.
આજે તને મારી યાદ તો આવતી હશે
ખબર નહીં તને મારા યાદ કરવાથી હિચકી પણ આવતી હશે કે નઈ ?
તે તો કાલનું કહી ને 
મારી ગઈકાલ પણ બગાડી
આજે હું જો 
કેટલું કામ કરું છું ?
તું જો 
મેં સમયસર જમી પણ લીધું છે હો, 
તને હેરાન કરવાનો આજે સમય જ ન મળ્યો 
તો પણ 
મેં ખૂબ પાણી પીધું હો
બસ, તરસ ન છિપાઈ.
પણ આજે તું પણ ક્યાંક મન દઈને કામ કરવાનો પ્રયાસ કરતી હોઈશ, નહીં ?
તારું આજ અને આ પળે ના હોવું એટલે શું ?
બસ કંઈ નહિ હો
મારી ખુલ્લી અને બંધ આંખોમાં કોઈ કિલ્લોલ અને સ્વપ્ન ન હોવું.

Email : [email protected] 

Category :- Poetry