નવા કોરા કટ્ટ વિષયોનો દલ્લો

રજની પી. શાહ
19-08-2014

તમે ‘કહીં યે વો તો નહીં’ને Opinion On-Lineમાં લઈ લીધું તે બદલ તમારો અાભારી છું.

હું જ્યારે જ્યારે Opinionના Archivesમાં જાઉં છું, ત્યારે ત્યારે તમારા multifaceted interests પર ખુશ ખુશ થઈ જાઉં છું. ક્યાં ક્યાંથી ખાંખાખોળી કરીને તમે મટીરિયલ શોધી લાવો છો, ભાઈ. તેના માટે તમને સાચે જ મારાં અોવારણાં !

Ph.D. કરનારા વિદ્યાર્થી માટે તો તમારું મુખપત્ર એક ઊજાણી થઈ જાય તેવું છે. કેવા કેવા નવા કોરા કટ્ટ વિષયોનો દલ્લો મળે એવાં પત્તાં તમે છાપ્યાં છે ! એમાં શું શું નથી ? દેશ, વિદેશ, સંગીત, પોલિટીક્સ, સંશોધન, અાપણી અસ્મિતા, ઇવન નવોદિતોના ક .. ખ .. ગના કિત્તા ને કોપી- પિસ્તા જેવાં ચિતરામણો ! *   અાફરીન ... અાફરીન. 

____________________________________________________
* ૭૦ વર્ષ પહેલાં વિદ્યાર્થીના અક્ષર સુધરે તે માટે કાગળના રોલ ગુજરાતમાં વેચાતા મળતા હતા. તેમાં છાપેલી બારાખડીના અક્ષરોના મરોડને અાપણે કોપી કરીને ઘુંટવાના. એ કાગળના વીંટાને કહેતા, પિસ્તો.

17 અૉગસ્ટ 2014

Category :- Opinion Online / User Feedback