POETRY

હેં વીહલા એમ કેમ ?

કિશોર મોદી
23-08-2013

હેં વીહલા એમ કેમ ?

વીહલા, પાછી વળતી જાનમાં જાન્નડીને તેં ગાતા હાંભળેલી કે :


‘ગાળ ખાધી, ગોદા ખાધા પણ માણેકમોતી લાઇવા રે !’


પણ ઘરમાં પગ મૂકતાની હાથે વડીલોને પગે લાગે તિયારે સુખી થાવ ને ઘેર ભરોને બદલે


પુત્રવાળી થજે એવી મરમાળી વાતથી માણેકમોતીના સ્વાગતની સરૂઅાત થાય,


અને પછી તો રોજિંદી એ વાત થઇ જાય.


હાહુ વાતવાતમાં કે’ય ઊઠે,’સાલમાં કંઇ દમ નથી,


તારા બાપને બજારમાંથી કાસ્મીરી સાલ પણ લેતા નીં અાવળી.’


તો વળી વળતે દિવસે ઘરે બેહવા અાવેલી પળોહણને હાંબેલું


બતાવી કે’ય કે,’અા તો હાવ હરબોળા જેવું છે, વાયને ઊડી જાય તેવું


એ હું કામમાં અાવવાનું.’


પછી વાત અાગળ ચાલે : ‘પેલે દહાળે ઢોકળી બનાવી તે તો જાણે


દૂધપાક રાંઇધો ઓય તેવી. કોણ જાણે એની માએ એને હું હીખવેલું.’


ધરધામણમાં અાવેલા સ્ટીલના થાળીવાળકી પિયાલાનો સેટ જોઇને


એના કપાળ પર કરચલી પળે અને પછી બબળે : બધ્ધું અાઇલું


પણ હાથે એક કાંહાની વાળકી નીં મલી, પરસંગે જુએ તિયારે


બીજાને તાં માંગવા જવાનું.’


તો વળી સોફાસેટ જોઇને હળગી ઊઠે કે : એનો બાપ મોટો


ઓફિસર જોયોને. તે અાવે તિયારે બેહવા જુએને. પણ હાથે બાજઠ


અાપતા જાણે એના ઘરમાં ખૂટી પઇળું. વરહ દહાળે કથા વંચાવાની ઓય તિયારે


બાજઠ માંગવા એનો બાપ બામણ પાંહે જવાનો.’

 

‘અામ તો વઇદાગીરીમાં અાપેલાં લૂગળાંમાં કંઇ દમ નથી.


ઉપર મોટી મોટી કિંમત જાતે લખી લાખેલી એટલું જ.


પોઇરાને વીંટી હાથે મોટે ઉપાળે સૂટ એટલા હારું અાઇલો કે ઘલિયાળ અાલવું નીં પળે.


મારા બેટા હાવ કંજૂસ વાણિયા જેવા.’


 

એમ કરતાં વરહેક વીતી જાય


ને માણેકમોતીના સીમંતનો પરસંગ ગોઠવાય


તિયારે વઉંને વઇદા કરતા મોં ફૂલાવીને જાણે ડામ દેવાય


‘પોઇરો લેઇને જ અાવજે.’


અને એમાં પોરી જનમે તો તો માણેકમોતીને માથે કમબખતી બેહે :


‘સાલુ, વઉંનું પગલું જ હારું નંઇ, અાવી ને અાવી


ઘરમાં કંઇ ને કંઇ મુસીબત અાઇવા જ કરી’ વગેરે વગેરે વારતા ગોઠવાય.


અામ તો ઘરની બહાર લોકોને અહીઅહીને કે’વાય :


‘અમારી માણેકમોતીને તાં લક્ષ્મીજી પધાર્યા છે.’


બાકી અાથીના દાંત ચાવવાના જુદા અને બતાવવાના જુદા,


હેં વીહલા એમ કેમ ?

કે’ય ઊઠે=કહી ઊઠે,સાલ=શાલ,નીં=નહિ,બેહવા=બેસવા,પળોહણ=પડોશણ,હાંબેલું=સાંબેલું,હાવ=સાવ, હરબોળા=સરબોળું,જુવારબાજરીનો સાંઠો,રાંઇધો=રાંધ્યો,હું=શું,હીખવેલું=શીખવેલું,વાળકી=વાડકી,પળે=પડે,બબળે=બબડે,કાંહાની=કાંસાની,હળગી=સળગી,
પાંહે=પાસે, વઇદાગીરી=વિદાયગીરી,લાખેલી=નાંખેલી, ઉપાળે=ઉપાડે,ઘલિયાળ=ઘડિયાળ,વઉં=વહુ,હારું=સારું,અહીઅહીને=હસીહસીને,અાથીના=હાથીના.

'કિશોર મોદીની કવનકેલી' : Posted on August 19, 2013  : http://kishoremodi.wordpress.com/

Category :- Poetry

चित्त येथा भयशून्य

Rabindra Nath Tagore
21-08-2013


રવીન્દ્રનાથ ટાગોર
[07 મે 1861 - 07 અૉગસ્ટ 1941]

 

চিত্ত যেথা ভয়শূন্য, উচ্চ যেথা শির,
জ্ঞান যেথা মুক্ত, যেথা গৃহের প্রাচীর
আপন প্রাঙ্গণতলে দিবসশর্বরী
বসুধারে রাখে নাই খণ্ড ক্ষুদ্র করি,
যেথা বাক্য হৃদয়ের উত্‍‌সমুখ হতে
উচ্ছ্বসিয়া উঠে, যেথা নির্বারিত স্রোতে
দেশে দেশে দিশে দিশে কর্মধারা ধায়
অজস্র সহস্রবিধ চরিতার্থতায়,
যেথা তুচ্ছ আচারের মরুবালুরাশি
বিচারের স্রোতঃপথ ফেলে নাই গ্রাসি---
পৌরুষেরে করে নি শতধা, নিত্য যেথা
তুমি সর্ব কর্ম চিন্তা আনন্দের নেতা,
নিজ হস্তে নির্দয় আঘাত করি, পিতঃ,
ভারতেরে সেই স্বর্গে করো জাগরিত॥


चित्त येथा भयशून्य, उच्च येथा शिर
ज्ञान येथा मुक्त येथा गृहरे प्राचीर
आपन प्राङ्गणतले दिवसशर्वरी
वसुधारे राखे नाई खंड क्षुद्र करि
येथा वाक्य हृदयेर उत्समुख हते
उच्छ्वसिया उठे, येथा निर्वारित स्रोते
देश देश दिशे दिशे कर्मधारा धाय
अजस्र सहस्रविध चरितार्थताय
येथा तुच्छ आचारेर मरुबालुराशि
विचारेर स्रोतःपथ फेले नाहि ग्रासि –
पौरुषेरे करे नि शतधा, नित्य येथा
तुमि सर्व कर्मचिंता आनंदेर नीता,
निज हस्ते निर्दय आघात करि पितः,
भारतेरे सेइ स्वर्ग करो जागरित ।

 

(प्रार्थना, ‘नैवेद्य’, 1901)

History and translation

This poem was most likely composed in 1900; it appeared in the volume Naivedya (July 1901). The English translation was composed around 1911, when Tagore was translating some of his work into English after a request from William Rothenstein. It appeared as poem 35 in the English Gitanjali, published by the India Society, London, in 1912. In 1917, Tagore read out the English version, (then titled 'Indian Prayer') at the Indian National Congress session in Calcutta.

 

Where the mind is without fear and the head is held high;


Where knowledge is free;


Where the world has not been broken up into fragments by narrow domestic wars;


Where words come out from the depth of truth;


Where tireless striving stretches its arms towards perfection;


Where the clear stream of reason has not lost its way into the dreary desert sand of dead habit;


Where the mind is led forward by thee into ever-widening thought and action -


Into that heaven of freedom, my Father, let my country awake.

 

– Rabindranath Tagore (1900)

 

Hindi Translation - कवी शिवमंगल सिंह "सुमन" द्वारा

जहां चित्‍त भय से शून्‍य हो 
जहां हम गर्व से माथा ऊंचा करके चल सकें
जहां ज्ञान मुक्‍त हो 
जहां दिन रात विशाल वसुधा को खंडों में विभाजित कर 
छोटे और छोटे आंगन न बनाए जाते हों 

जहां हर वाक्‍य ह्रदय की गहराई से निकलता हो
जहां हर दिशा में कर्म के अजस्‍त्र नदी के स्रोत फूटते हों
और निरंतर अबाधित बहते हों 
जहां विचारों की सरिता 
तुच्‍छ आचारों की मरू भूमि में न खोती हो
जहां पुरूषार्थ सौ सौ टुकड़ों में बंटा हुआ न हो 
जहां पर सभी कर्म, भावनाएं, आनंदानुभुतियाँ तुम्‍हारे अनुगत हों

हे पिता, अपने हाथों से निर्दयता पूर्ण प्रहार कर
उसी स्‍वातंत्र्य स्‍वर्ग में इस सोते हुए भारत को जगाओ

 

http://www.youtube.com/watch?v=7FKEy_RWwQk

A R Rahman composed an Indian Independence Day tribute song 'Jagao Mere Des Ko' in 2013 featuring the poem, with Suchi and Blaaze, along with an ensemble from KM Music Conservatory. The song was featured in MTV Coke Studio 2013.

 

સ્વરાજ-સ્વર્ગે નિરાળે

જનમન હો જ્યાં નિર્ભય, માનવ ઉન્નત રાખે જ્યાં ડોક,

જ્ઞાન  હો   જ્યાં  મુક્ત,   જગનાં  એક  થાયે   સહુ  લોક;

‘મારા-તારા’ના   વાડા-વિહોણે   આંગણે  ઝૂમે  અશોક,

વિશ્વ-નીડે     નીડર     નર-નારી     કિલ્લોલે    થોકેથોક.

 

સત્ય     કેરા     ગહન      ઉરથી      વચન-ધારા      ઝરે,

અણથક   બાહુ    લંબાવી    બિંદુ    પૂણ    સિંધુને    વરે,

નિર્મલ-પ્રજ્ઞા     સરસ્વતી     ના     નિર્જીવ     રણે     ઝૂરે,

જનમન   ચેતન   ફોરે,    માનવ    ઉન્નત    મસ્તક    ફરે.

 

નિત્ય    ઊંચે    ચિંતન-વ્યોમે     ચડાવજે    પળે    પળે,

નીરવ   નયન   કર્મક્ષિતિજ   નિ:સીમ   થાતી   નિહાળે,

ચિત્ત    હો    મન-મુક્ત    માનવ    ઉદયલોક    વિરાજે,

જગતને  પ્રભુ   જગાડ  એવે   સ્વરાજ-સ્વર્ગે   નિરાળે !

                                                           - રવિ ઠાકુર

(અનુવાદક : પ્રબોધ ચોકસી ?)

 

પ્રાર્થના – રવીન્દ્રનાથ ઠાકુર

ચિત્ત જ્યાં ભયશૂન્ય છે, શિર જ્યાં ઉન્નત રહે છે,


જ્ઞાન જ્યાં મુક્ત છે, જ્યાં ઘર ઘરના વાડાઓએ


રાતદિવસ પોતાના આગણામાં વસુધાના


નાના નાના ટુકડા નથી કરી મૂક્યા,


વાણી જ્યાં હૃદયઝરણમાંથી સીધી વહે છે,


કર્મનો પ્રવાહ જ્યાં અનિવાર રીતે


દેશે દેશે અને દિશાએ દિશાએ અજસ્રપણે


સહસ્ત્રવિધ સફળતા પ્રતિ ધસે છે,


તુચ્છ આચારની મરુનિ રેતી જ્યાં


વિચારનાં ઝરણાંને ગ્રસી લેતી નથી-


પૌરુષને શતધા છિન્નભિન્ન કરી નાખતી નથી,


હંમેશા તુ જ્યાં સકલ કર્મ,વિચાર અને આનંદનો નેતા છે,


તે સ્વર્ગમાં તારે પોતાને હાથે
નિર્દય આઘાત કરીને,
હે પિતા,
ભારતને જગાડ.


(અનુવાદક : નગીનદાસ પારેખ)

 

ભયની નહીં જ્યાં ભૂતાવળો વળી
                માથા ઊંચા મગરૂર રે
                         દેશ મારો જાગો ! જાગો !

ગંગા વહે જ્યાં જ્ઞાનની
      સહુ બાધા ને બંધનોથી દૂર રે.     દેશ.

વાડો ને વંડીઅો ઘર તણી
      જ્યાં ભૂમિના અાંકે નહિ ભેદ રે,
કાપી કાપીને એનાં કાળજાં
      કરે કટકે ન કોઈ દી વિચ્છેદ રે.      દેશ.

અંતરના ઊંડા ઊંડાણથી
     જ્યાં ઊછળે વાણીની ધાર રે.
દેશે દેશે ને દિશે દિશે
     કર્મધાર જ્યાં પારાવાર રે.             દેશ.

(અનુવાદક : નારાયણ દેસાઈ)

સૌજન્ય : ‘રવિ છબિ’

http://www.youtube.com/watch?v=0XaWGZRHMRQ

Rabindranath Tagore (Bengali: রবীন্দ্রনাথ ঠাকুর) (7 May 1861 -- 7 August 1941), sobriquet Gurudev, was a Bengali polymath who reshaped Bengali literature and music. Author of Gitanjali and its "profoundly sensitive, fresh and beautiful verse", he was the first non-European Nobel laureate. His poetry in translation was viewed as spiritual, and this together with his mesmerizing persona gave him a prophet-like aura in the West. His "elegant prose and magical poetry" remain largely unknown outside Bengal.

A Pirali Brahmin from Kolkata, Tagore had been writing poetry since he was eight years old. At age 16, he published his first substantial poetry under the pseudonym Bhanushingho ("Sun Lion") and wrote his first short stories and dramas in 1877. Tagore achieved further note when he denounced the British Raj and supported Indian independence. His efforts endure in his vast canon and in the institution he founded, Visva-Bharati University.

These rare videos have been collated from other YouTube contributors. The recital at the beginning is by an unknown narrator. The poem is from the 'Gitanjali'. the work for which Tagore won the Nobel prize in literature in 1913. I found the recital quite brilliant and took the liberty of using it to supplement the mute videos. The song of Tagore which follows is vocalised by Kavita Krishnamurti

http://www.youtube.com/watch?v=ubFc1nQdKYw

Category :- Poetry