હવે અા કાળમીંઢો પણ પીગળવાના
કોઈના હાથમાં છે પાન ડમરાનાં
વસંતો એટલે તો એને પોંખે છે
એ રાખે છે રગેરગ પાન ડમરાનાં
અા પચ્છમ છે, અહીં દિલ શું ને પ્રીતિ શું
નથી ખીલતા બરફમાં પુષ્પ તડકાનાં
હતું રણ, ઊંટ, અજરક, એમની સંગત
નકામા એની સામે ઢેર સોનાના
હતું ના કોઈ, તો પણ, ત્યાં હતું કોઈ
કે ટેબલ પર હતાં બે પાન ડમરાનાં
પછી ખાબો હતા ને હું હતો ‘દીપક’
કોઈ ચૂંટી રહ્યું ‘તું પાન ડમરાનાં
("અોપિનિયન", 26 માર્ચ 2013)
Category :- Poetry
વર્ષો વીત્યાં વહી જશે રહ્યાં જે ગણ્યાંગાંઠ્યાં;
જિંદાદિલીનાં ઉભય જીવને ગંગા ડૂબે સાગરે.
રહી જશે અવશેષો મૈત્રીના મધુર કડવાં;
અજાણ્યાં અટપટાં જે ભોગવ્યા સાનિધ્યે.
અભાવે ભાવે વા અનુભવી માત્ર પ્રેમમુદિતા;
પ્રસંગે હું − તુંનો અડિખમ પહાડ નાવ્યો વચ્ચે.
તમે વ્હારે ધાયા; અર્જુન સખા રક્ષે યુદ્ધ મધ્યે
શરણાર્થી; રક્ષ્યો, ધન્ય હું બન્યો ધરી મૂઠી ચોખા.
અસારે સંસારે છે નિશ્ચિત નિયતિ નિરમ્યા;
સંયોગો વિયોગો સ્નેહીજનોનાં જે ના ટળી શકે.
મળી કદી સિંધૂમાં પડે વિખૂટાં બે મહાકાષ્ટો;
ફરી ફરી જે ના મળે, જીવનની પણ અા ગતિ !
છલકતા યૌવન શા પ્રસંગો ભૂતના વહેંચી −
વાગોળી; દૂર રહ્યા કાં ન ડૂબીએ અાનંદાબ્ધિમાં !
(લંડન, નાતાલ 25 ડિસેમ્બર 2012)
[37 Berkley Road, Kingsbury,LONDON NW9 9D
("અોપિનિયન", 26 માર્ચ 2013)
Category :- Poetry