POETRY

ગઝલ

પંચમ શુક્લ
03-08-2014

ગઝલ - પંચમ શુક્લ 

નથી તારું એ તારા હાથમાં કઈ રીતથી આવે?
પવન, પાણી ને પાવક બાથમાં કઈ રીતથી આવે?

રહીને સ્થિર, કરતો માર્ગદર્શન હર પ્રવાસીનું,
અચળ ધ્રુવ તારલો સંગાથમાં કઈ રીતથી આવે?

બને છે બીજમાંથી વૃક્ષ, પાછું વૃક્ષમાંથી બીજ,  
ગૂંથાયેલું ગહન આ ગાથમાં કઈ રીતથી આવે?  

બીજા પાંચેય ષડ્-રસના રસોની આગવી મુદ્રા, 
લવણ-રસની પ્રતીતિ ક્વાથમાં કઈ રીતથી આવે? 

શિખર-કૈલાસ, શય્યા-શેષ, પદ્માસન-ની શીતળતા, 
જગતનો દાહ દીનાનાથમાં કઈ રીતથી આવે?

31/7/2014

પાવક : અગ્નિ 
ગાથ : ગાથા, કથા
ષડ્-રસ : ખાટા, ગળ્યા, તીખા, કડવા, તૂરા અને ખારા એ છ રસોમાંથી ખારા રસ સિવાય બધા રસના કાઢા કરી શકાય એવું જાણ્યું છે. 

https://www.facebook.com/notes/pancham-shukla/કઈ-રીતથી-આવે/929867390364029

Category :- Poetry

‘એમ ને એમ નથી પહોંચ્યા ...'                 
 

શું બળી મરો છો ?
જરાક તો દયા કરો એમની,
એમ ને એમ નથી પહોંચ્યા, છે...ક ઉપર !
ક્યારનાય મથે છે બાપડા.
સીધી બહુમતી તેને જઈ વરે,
જે લોહીથી લથબથ ન્હાય ...
એમણે ગાંધીની હત્યાને
કંસ કે રાવણ સાથે જોડી ‘ગાંધીવધ’ ગણાવ્યો’તો,
ત્યારના મથે છે બાપડા !
ફલાણાજી, ઢીંકણાજી, ઠીકરાજી ખૂબ મથ્યા,
પણ મેળ ન પડ્યો તે ન જ પડ્યો.
પછી શ્યામજી કૃષ્ણવર્માનાં અસ્થિ શોધી કાઢ્યાં
શ્યામજી કરતાંય વધુ મોટ્ટા ફોટા પોતાના માંડવીએ મુકાવ્યા !
દોઢસો વર્ષ પછી વિવેકાનંદનેય મદદે બોલાવ્યા,
પણ ત્યાં ‘રામકૃષ્ણમિશન’નો ‘મિશન’ શબ્દ નડ્યો,
તે વિવેકાનંદને મિશનમાંથી કાઢી ‘કેન્દ્ર’માં પૂર્યા !
સંઘ પર પાબંદી મૂકનાર સરદારની કરોડીમલ મૂર્તિ
શરૂ કરી,
‘વર્શિપિંગ ફૉલ્સ ગૉડ’ લખનાર અરુણ શૌરી
અને આંબેડકરવાદીઓને
એક જ પાટલીએ બેસાડ્યા
‘મૈં નાસ્તિક ક્યું હુઁ ?’ લખનાર શહીદ ભગતસિંહને
પાઘડીવાળા ‘સરદાર’ બનાવ્યાં,
કેટકેટલું મથ્યા છે !
અક્ષરધામ હોય કે ઇશરતકાંડ
બધે જ વણઝારાબ્રાન્ડ ઍન્કાઉન્ટર્સથી લાશો ઢાળી છે
એમ ને એમ નથી પહોંચ્યા કંઈ છે...ક ઉપર ...
એ.સી. ટૉયોટોવાનમાં રથયાત્રાઓ કાઢી,
સોમનાથથી બાબરી,
ભારત રમણભ્રમણ કર્યું
લાશોના ઢગલા પર દોડતો-દોડતો રથ પહોંચાડ્યો છેક અયોધ્યા ...
માત્ર મસ્જિદ નથી પાડી,
મા રાષ્ટ્રભારતીએ મુરલી પર મનોહર નાચ કર્યો હતો ...
અશોકના કલિંગવિજયની જેમ
એમ ને એમ નથી પહોંચ્યા, છે...ક ઉપર
કેટકેટલું મથ્યા છે !
પછી ઓબામાસાયેબનો જયજયકાર કરાવનાર વિદેશી
કંપની ભાડે રાખી,
છેવટે ‘વિકાસ’ને જ આગળ ધર્યો,
ત્યારે થયો છે ગ્લોબલ હિન્દુત્વનો
જયજયકારો.
સંસદને વંદન કરે
અદાણી-અંબાણી-ટાટાને ચંદન ઘુરે
પછી ભલેને
આવે
અબ કી બાર, મોંઘી સરકાર.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉગસ્ટ 2014

Category :- Poetry