આંગળી ના ચીંધ ડર લાગી રહ્યો છે,
રાત અડધી થઈ છતાં જાગી રહ્યો છું.
કેટલો નિર્લેપ માણસ થઈ ગયો છે,
પેટ માટે નોકરી માગી રહ્યો છું.
સ્થિતિને આધિન થઈ તાબે થયો છું,
હાલથી ગભરાઈને ભાગી રહ્યો છું.
શૂન્યતા ઉશ્ચાસમાં શ્વસી ગયો છું,
પ્રાણવાયું ફૂંકવા ત્રાગી રહ્યો છું.
કોઈએ ઝખ્મો ઉપર પાટો ન બાંધ્યો,
સોય દોરા પર ઝખમ ટાંગી રહ્યો છું.
e.mail : addave68@gmail.com