મુક્તાનુવાદ [દક્ષિણ ગુજરાતીબોલીમાં]
મૂળ કૃતિનાં કવયિત્રી : હિન્દી : શહનાઝ શેખ : મરાઠી : ગીતા મહાજન
એમ કાગરમાં લખ
ઉં તો હારી છું, ગભરાતો નોખે!
આમ કાગળમાં લખ.
કોણે મૂઈએ તને લઈખું કે
મે જાણે ઘરની બા’ર નીકરેલી?
જો તને મારા પર વે’મ ઓય તો મેં બા’ર ની જવા ..
પણ પાણી ભરવા જાઉં કે ની’?
એમ કાગળમાં પૂછ -
હો દોકડાનો તું ઈસાબ (હિસાબ) માંગે
તે મે હું લેઈ ખાધું?
લાઈટબીલના વીહ,
પાણીવેરાના તીહ,
પચ્ચીનું રેસન,
પચ્ચી દૂધવારાના,
થીયા કે’ની હો પૂરા?
પોયરાને તાવ આવ્યો,
તે ખાનગી દવાખાને લેઈ ગેઈ,
હો દોકડા ઈન્જેક્સન ને દવાદારૂના થીયા,
ફેર તો કાંઈ પડ્યો ની’ -
ઉં સરકારોમાં જાઉં કે ની’?
એમ કાગરમાં લખ -
પે’લી વાર આવેલો તો કાંઈ લાવેલો ની’
અવે આવે ત્યારે ટેપ (આઈપેડ) લાવજે.
હાંભર, અવે આપણી પોરી મોટી થેઈ ગયેલી છે,
એમ એને લખ.
અસ્તિત્વ છે મઈલામંડર (મહિલા મંડળ),
જતી છું એ લોકોની સભામાં,
તારી બેનને એનો વર જ્યારે મારે
ત્યારે બધાંની હાથે (સાથે) એને ધમકાવવાં જાઉં કે ની’?
એમ કાગરમાં લખ.
પોરીને નિહાર ભણવા મૂકેલી છે.
બો’ હારું ભણતી છે.
બાઈ માણહે ભણવું જ જોઈએ
એમ મંડરવારા કે’ઈ ત્યારે
મેં હો ભણવા જાઉં કે ની’?
મોંઘવારી કેટલી! કામ ની મલે -
તારા જેવા તો જાય દુબઈ ને આહાંપોર,
ઘરનાં ઘર ભાંગી ચાઈલા તે તો જો!
ઉં તો આમને આમ પીલાઈ ચાલી,
તું હાથે ઓતે તો? કેવું હારું થતે!
એમ એને લખ.
સાઉદી જાય કે દુબઈ, કેમ કરીને ટકાહે ?
આ સમાજે બદલાવું પડે -
આપણાં જણતરને હારું,
આવું બધાંને હમજાવવાં જાઉં કે ની’?
એમ કાગરમાં પૂછ -
ધરમનાં નામે કેવા ટંટાફિસાદ?
સુખેથી રે’તા ઓય તો?
ગામલોકને હમજાવવાં જાઉં કે ની’?
એમ કાગરમાં પૂછ -
કોણે મૂઆએ તને લખેલું કે મે જાણે રસ્તાપર ઉતરી પડેલી?
સભાસરઘસમાં ગેઈલી!
ભાસણ કરવા હો જતી છું!
જે બેચારને અસર થાય તે!
એ તું બી હાથે ઓય તો કેવું હારું -
એમ કાગરમાં લખ.
Category :- Poetry