કેસૂડાનો રંગ

મનીષ પટેલ
08-08-2018

કેસૂડાનો રંગ ચઢ્યો મારી ચૂંદડી

વાયરો વાયો ને પથરાયો અવનિ.

ઝગમગતા તારલા ને ચંદ્ર ચઢ્યો આકાશ.

ખણખણતાં કંગન ને રણઝણતી પાયલ,

ખંજન મારાં એવાં કે સમાય જેમાં સાગર.

અણિયાળી આંખોએ કર્યો અણસાર,

કે હેલે ચઢી પૂનમની રાત.

ઊષાએ વેર્યો ગુલાલ.

મારે કરવી ’તી શમણાંની વાત,

ને વિતી ગઈ રાત.

કેસૂડાને રંગ ચઢ્યો મારી ચૂંદડી.

e.mail : manibhai.patel@yahoo.co.uk

Category :- Poetry