અનોખો કાવ્યોત્સવ

મેહુલ દેવકલા
01-05-2018

તારીખ હતી તેરમી જાન્યુઆરી, ૨૦૧૮ અને પ્રસંગ હતો કોલકાતાના ખૂબ જ લાડીલા અને માનીતા નબનીતા દેવ સેનનો એંસીમો જન્મદિવસ.

પદ્મશ્રી નબનીતા દેવસેન ખૂબ જ જાણીતાં બંગાળી કવયિત્રી, નવલકથાકાર, બાળવાર્તાકાર અને શિક્ષણવિદ્‌ છે. ડિસેમ્બરમાં દિલ્હીથી અંતરાદેવ સેન(અમર્ત્ય સેન અને નબનીતા દેવસેનનાં પ્રથમ પુત્રી)નો ફોન આવે છે અને આ એંસીમાં જન્મદિવસ પર એક ‘સરપ્રાઇઝ પોએમ પાર્ટી’ માટે કવિતા લખવાનું ઇજન મળે છે. ‘અશીર આશીર્વાદ’ નામે પ્રકાશિત અને એકાદ મહિના કરતાં પણ ઓછા સમયગાળામાં સંપાદિત આ ખાસ અભિવાદન કાવ્યસંગ્રહમાં, માત્ર ભારત જ નહીં, બર્લિન અને ન્યૂયૉર્કથી પણ કવિમિત્રોએ ભાવસભર કાવ્યો મોકલાવ્યાં છે. સંપાદકીયમાં અંતરા દેવસેન અને પ્રતીક કાનજીલાલ સહર્ષ નોંધે છે કે ત્રણ પેઢીઓ અને એંસી વરસોથી કવિતા અને એ પણ ખૂબ જ ટૂંકા ગાળામાં મળી શકી તે આ તમામ કવિઓની નબનીતા દેવ સેન માટેની મૈત્રીપૂર્ણ લાગણીનો બોલતો પુરાવો છે. જાણીતા ચિત્રકાર જતીન દાસે એમના રેખાંકનોથી પુસ્તકને સજાવ્યું છે. આ ખાસ સંગ્રહમાં ત્રીસથી વધારે જાણીતા કવિઓની કૃતિઓ સંપાદિત થઈ છે.

બંગાળીમાંથી નિરેન્દ્રનાથ ચક્રવતી, અલોક રંજનદાસ ગુપ્તા, શંખો ઘોષ, જોય ગોસ્વામી, અનિતા અગ્નિહોત્રી, અંજલીદાસ, સંજુકતા બંદોપાધ્યાય - અંગ્રેજીમાં જયંતા મહાપાત્રા, અન્ના સુજાતા મથાઈ, કેફી દારૂવાલા, વસંત કન્નાબિરન, લક્ષ્મી કાનન, કે સચ્ચિદાનંદન, મીના એલેક્‌ઝાંડર, અંજુમ કાવ્યાલ, અમિત ચૌધરી - હિન્દીમાં પદ્મા સચદેવ, ગિરધર રાઠી, તેલુગુમાં વોલ્ગા - પંજાબીમાં નિરૂપમા દત્તા - કન્નડમાં મમતા સાગર - ગુજરાતીમાં સિતાંશુ યશશ્ચંદ્ર અને મેહુલ દેવકલાનાં કાવ્યો આ સંપાદનમાં સમાવિષ્ટ છે. મૂળ ભાષામાં કાવ્ય અને અંગ્રેજીમાં અનુવાદિત પાઠ બંને મૂકવામાં આવ્યાં છે. શક્ય હોય, ત્યાં કવિના હસ્તાક્ષરમાં મૂળપાઠ પ્રગટ થયા છે.

નબનીતા દેવ સેન માટે એક ગુજરાતી કવિતા

• સિતાંશુ યશશ્ચંદ્ર

તમે હંમેશાં બંગાળીમાં લખી કવિતા,
મેં ગુજરાતીમાં.
સામે પડેલા કાગળ પર છાપી હોય, તો ય
એકબીજાની કવિતા વાંચી સમજી ન શકીએ આપણે.
બસ એટલું જોઈ શકીએ
કે
તમે બંગાળીમાં, મેં ગુજરાતીમાં કવિતા લખી છે.
અંગ્રેજી આવડે કડકડાટ, હિંદીયે કામચલાઉ આવડે.
બંનેને.
ચર્ચાઓ કરી શકીએ કૉન્ફરન્સોમાં બપોરે, સાંજ લાઉન્જોમાં.
કૉન્ફરન્સો અને લાઉન્જોમાં કરેલી વાતો કાળક્રમે વીસરાઈ જાય છે.
સામે કાગળ પર લખેલી.
દેખાતી પણ ન ઉકેલાતી તમારી કવિતા,
બંગાળીમાં છે, (ન કે અંગ્રેજી કે હિંદીમાં).
એ જોઈને અનુભવેલી આત્મીયતાની ભાષા
મારા મનમાં ગુજરાતી હોય છે.

તમને મેં ક્યારે ય પૂછ્યું તો નથી
કે કેવી લાગે છેે તમને મારી ગુજરાતી કવિતા,

પણ મને જાણ છે
કે તમારા મનમાં જે આત્મીયતા છે, મારી કવિતા અંગે.
એની ભાષા બંગાળી છે.

જન્મદિવસની શુભેચ્છા, નબનીતા દેવસેન.

ડિસેમ્બર ૨૯, ૨૦૧૭ સમા, વડોદરા

A Gujarati Poem for Nabaneeta Dev Sen

• Sitanshu

You always write your poems in Bengali,
I in Gujarati.
Printed they may be on pages lying right before our eyes,
We can never read each other’s poems.
Only this much has aways been clear, though,
that
You write poem in Bengali, I in Gujarati.
English we knew quite well, enough of Hindi too,
both of us.
We could discuss thing with ease in Conferences all
afternoon,
and all evening chat in the lounges.
Each, though, could not read the other’s poems in the
original.
Thing said in conferences and lounges are
forgotten with the passage of time.
A closeness that I feel
for your poems
that I cannot read but can see printed in a book open before me.
and see that they are in Bengali (not in English or Hindi),
the language of that closeness has, always and inevitably,
been Gujarati.
I have never asked you
how you find my poem.
But I know
That the language of any clones you might feel for them
Would aways be, inevitably,
Bengali.
With you a happy birthday, Nabaneeta Dev Sen

28th December, 2017 Sama, Vadodara.

*******

બે શહેરો        

• મેહુલ દેવકલા

તમે માનશો?
શિયાળાની સવારે
હૂંફાળું સ્મિત વેરતા
આ શહેરના
છેડે આવેલા મારા ઘરના ખૂણે
નાનકડું કોલકાતા વસાવ્યું છે અમે ...
તમારા ઘેઘૂર ખડખડાટ હાસ્ય જેવું.
ટાગોર
મૃદુ સહજતાથી
નાની બાળકીને
ખોળામાં લઈને
‘ન બ ની તા’
બોલ્યાં હશે
પેલ્લી વાર
ત્યારે પણ તમે નાનકડું હાસ્ય વેર્યું હશે!
ચોક્કસ,
કડકડતી ઠંડીની આ રાતે
પણ તમે
‘ભાલો બાષા’ના કોઈ રૂમમાં
નિરાંતે
વાંચતાં કે લખતાં હશો,
અડધી રાતના
આપણા ફોનકૉલ્સ
વૉટસઍપ મૅસેજિસ
ઑક્સિજનમાસ્ક હટાવીને વીડિયોકૉલ કરતી
વખતની તમારી આંખો ...
ઘણું બધું કહી જતી હતી.
કવિતા અને સત્તાની
મડાગાંઠની કાંટાળી કેડી પર
જ્યારે હું મૂંઝાતો
ત્યારે તમે જ તો
મારો હાથ પકડીને
દિશા બતાવી હતી.
તમે કાયમ કહેતા
મેહુલ, યુ આર લાઇક માય સન
નિયતિ અને મેં
આટલે દૂર વડોદરામાં
નાનકડું કોલકાતા વસાવ્યું છે.
મને એ પણ ખ્યાલ છે.
એ તરફ પણ નાનકડું વડોદરા વસે છે...
તમારી કવિતાઓ જેમ
આપણી મિત્રતા પણ ચિરકાલીન છે
હજુ હમણાં જ
થોડા દિવસ પર
તમે કીધું હતું કે
મારો અવાજ થાકી રહ્યો છે
અને મારું હૃદય એક ધબકારો ચૂકી ગયું હતું.
પણ હું જાણું છું
મારા પહેલાં પણ તમે હતાં
ને પછી પણ રહેશો,
જ્યાં સુધી આ બંને શહેરો હયાત હશે ...
આ કાવ્ય મારા સૌથી યુવાન મિત્રના એંસીમાં જન્મદિવસ પર

વડોદરા

Two Cities

• Mehul Devkala

For my youngest friend on her 80th birthday
Would you believe it
In One far corner of this city
that gives a warm smile on a winter morning
We have created a small Kolkata
Which is like your loud laughter
Tagore
With easy gentleness
may have picked up the little child
put her on his lap
and murmured Na Ba Nee Ta
you must have laughed even then
I am sure
In this chilly winter night
In some room of ‘Bhalo basha’
You must be writing, or perhaps reading
In utter peace
In the dead of night
Your Phone call
Whats app messages ...
You remove the oxygen-mask
For a videocall
And your eye speak volumes
Whenever I lose my way down the thorny path
In the tussle between poetry and power
You take my hand and show me the way, every time
You say, Mehul, you are like my son.
Niyati and I
In far off Vadodara
Have built a little Kolkata
And I know
That there too
A small Vadodara is being created
And like your poetry
Our friendship too is forever
Recently
A few day ago
You said, “My Voice is failing.”
And my heart skipped a beat
But I know
That you were here before me
And will be here after me
As long as these two cities
Exist

19th December, 2017 Vadodara

સૌજન્ય : “નિરીક્ષક”, 01 મે 2018; પૃ. 10-11

Category :- Opinion / Literature