ચાલીસી સુપર્વે !

નિરંજના દેસાઈ
26-03-2018

સાહિત્યની પગદંડીએ,
                  અવનવા ઉન્મેષે,
                  પ્રવૃત્તિના ઉદ્દેશે,
થંભ્યા વિના —
                  દોટંદોટે
                        ધમધાટે −
           પકડા - પકડીના દોરે,
           − સપનાં સાકાર કોરે.
હાથ ધર્યાં —
                 અભિનવ પ્રયાણો,
                 સ્વાયત્ત પ્રયોગો,
અહાહા ! —
                 અવનવાં પ્રસ્થાન સાધી
                 − ચાલીસી વટાવી …
હવે —
            પ્રૌઢતાની વાટે
                 − હળવાશે …
            અવનવા જોમે ફરી,
            અનન્ય વૃત્તો આવરી,
કાળના પ્રવાહે −
                    આવો − હાથ મિલાવી …
       − શતાબ્દિ લગીના પંથે સાથે મળી,
       સાહિત્યકાશે મેઘધનુની પણછ ખેંચી
       દિગન્તે પહોંચી :
                   ‘વેરઝેર હોમાયે કાળાં
                    ખંડખંડનાં તૂટે તાળાં’
        એ પદાવલી લલકારતાં,
                    નવા ઉન્મેષે,
                    નવા પ્રદેશે,
ચાલો —
         પ્રયાણ કરીએ − હોંસે હોંસે !

25 માર્ચ 2018

[‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ની ચાળીસી અવસરે સર્જન]

60 Wilson Gardens, WEST HARROW, Middlesex HA1 4DZ

Category :- Poetry