મારું આકાશ

'નવ્યાદર્શ'
21-01-2018

તે મને પાંખો આપી
તારા આકાશમાં વિહરવા માટે
અને તારું આકાશ મારું બની ગયું.
પણ, ક્યાં સુધી હું
એ આકાશમાં વિહાર કરી શકીશ ?
તારા આકાશનાં વાદળો જ્યારે હટ્યાં
ત્યારે આકાશની અવકાશતા દેખાઈ.
હું ક્યાં સુધી વિહરું તારા આકાશમાં
મારું આકાશ માની ?
એક દિવસ મેં તારા આકાશને છોડી
ભરી ઉડાન શૂન્ય આકાશમાં
એ આકાશ પણ મને પરાયું ન લાગ્યું
આકાશ તો આકાશ છે
તારું, મારું કે સર્વનું આકાશ.
તે પાંખો આપી ને હું નીકળી ગઈ બીજાં આકાશોમાં
તારું આકાશ હવે પરાયું બની ગયું છે ... મારા માટે
હું મારું આકાશ
આજે શોધવા નીકળી.

Email : nayvadarsh67@outlook.com

Category :- Poetry