પ્રણયપ્રશ્ન

રવીન્દ્રનાથ ઠાકુર
13-01-2018

તો પછી, પ્રિયે, શું સર્વ સાચું

મારા નયન-ઝબકાર તવ હૃદયને પ્રજાળે?
ને મેઘગર્જન બની તારાં દિગંતો ગજાવે?
મધુરા મમ ઓષ્ઠની જરી ઝાંખી, ને
વધૂ-લજ્જા જ્યારે વદનપે લાલી લીંપે,
હેં સખા, સર્વ તને નિત્ય ઝાલે?
મારા મંદારવૃક્ષે ચિર-વસંત તેં દીઠી શું?
ને નૂપુર મારાં તું-કાજે વીણાવાદ્યના સૂર છેડે :
કહે, સાચું?
કહે, તું નીરખે મને ને નિશા-આંગણ ઝાકળબિંદુ ઠરતાં,
પ્રભાતે ઝબકતાં તેજ ચોપાસ દીપ્તિ પસારે
સત્ય છે?
અરે, કહે, જરી સ્પર્શ મારો તવ ચિત્તને મૂર્ચ્છિત કરતો?
અને શું વાયુલહર તુજમાં કૅફ ભરતી?
સાચું ને, પ્રણયસખા મારા?
દિવસના અજવાસને મમ જુલ્ફની કાલિમા ઘેરે,
ને આપણ બાહુઓ ચિરંતન સ્નેહપાશ રચતા
સાચું?
તુજ અંતરીક્ષના સીમાડા પાલવડે સમાતા,
ને સુણી વાણી મારી સૃષ્ટિ સકલ નીરવ થાતી
પ્રિય, શું સાચું?
પૃથિવી, દિગ્દિગંતો ને બ્રહ્માંડ આખું :
બધો વિસ્તાર મારો, મુજને સમર્પિત :
નિત્યપ્રિય મારા, કહે, સાચું?
પ્રણય તારો જન્માંતરોથી મારી ખોજ કરતો,
ધરાતલ ખૂંદી વળીને મુજમાં શરણ પામ્યો,
વાણીનયનઓષ્ઠકેશલટ :
સર્વ તવ લોચને સર્વદા સમાયાં :
સત્ય કે?

અને બે નયન પર આલેખાયા
અનંત-પગથારે પથરાયા જે પૂર્ણ મર્મો :
પ્રિયતમ સખા, કહે, સકલ સત્ય?

 

[‘પ્રણયપ્રશ્ન’, ‘કલ્પના’ કાવ્યસંગ્રહ. બાંગ્લાદેશના રવીન્દ્રવિદ્દ ફકરુલ આલમના અંગ્રેજી અનુવાદ પરથી આ અનુવાદ. ગુજરાતી અનુવાદ : જયંતભાઈ મેઘાણી]

 

°°°°°°°°°°°

 

Is it all true then?
My ever-fond one,
Is it true
That my lightning-bright glance
Causes your heart to blaze and thunder
Like a colliding cloud?
Is it true
That sight of my sweet lips,
the reddening of my bride-shy cheeks
Spellbinds you, my ever-fond one?
Is it true
That you find the perennial mandar
Blooming in me forever?
That my ringing feet resound for
you like the veena?
Is it all true?
Is it true
That the dew of night sheds at my sight?
That the dawn light makes all around me glow?
Is it true
That your head swoons at my touch?
That the very breeze seems intoxicated?
Is it all true
My ever-fond one?
Is it true
That day is eclipsed by my black tresses?
That my arms have locked yours till death?
Is it true
That the limits of your universe are
my sari’s border?
That the world shushes at the sound of my voice?
Is it true
That I encompass heaven, earth and
the netherworld
That all three are totally devoted to me
Is it all true
My ever-fond one?
Is it true
That your love has been pursuing me for eons?
Whirling all over the globe to home in me?
Is it true that my speech, glance, lips and tresses
Have caught your eyes eternally?
Is it true
That my beautiful brow is writ for you
All the truths of the infinite?
Is it all true
My ever-fond one?

Category :- Poetry