ભૂખ

નવ્યાદર્શ
28-11-2017

આમ તો મને ભૂખ બહુ લાગે
ભૂખ જ્યારે લાગે
ત્યારે હું કઈ જ વિચારી ન શકું,
ન કઈ કરી શકું.
એક દિવસ એની સાથે વાત કરતી હતી
એ સમયને હું બાંધી ને રાખવા માંગતી
પણ અચાનક પેટમાં દેડકાં બોલ્યાં
બે મુઠ્ઠી વાળી મેં કહી જ દીધું
‘મને ભૂખ લાગી છે’
અને એનાથી હસી જવાયું.
ઘણા દિવસો વીતી ગયા એ વાતના
એના પ્રેમમાં જાણે શું જાદુ હતો
કે એક દિવસ એની યાદમાં ભૂખ જ ભૂલાઈ ગઈ.
એને એ દિવસે મળી
એની આંખોમાં જોતા બોલાઈ ગયું
‘મને ભૂખ લાગી છે ... ... ...’
એણે મારો હાથ હાથમાં લઇ કહ્યું
‘મને ભૂલી જઈશ વાંધો નહીં,
પણ જમવાનું ભૂલીશ નહિ.’
એ દિવસે બહુ મોડેથી મેં ધરાઈને જમ્યું
તેને યાદ કરતા કરતા ... ... ...

ઈમેલ – navyadarsh67@outlook.com

Category :- Poetry