તારું અમસ્તા આવવું

નવ્યાદર્શ
28-11-2017

એક દિવસ
મેં એને અમસ્તા જ પૂછ્યું હતું
‘ચલ હિંચકો ખાવા ....’
બહુ સમય થઇ ગયો એનો તો
એક રાત્રે હું
ઝૂલે ઝૂલતાં તારાઓ ગણતી હતી
એક, બે, ત્રણ, ચાર ... ... ...
અને એ અચાનક મારી સામે આવી અને બેસી જાય છે મારી પાસે
એનો હસતો ચેહરો અને આંખોમાં અજીબ ચમક
પળવાર સમય પણ ઝૂલે ઝૂલવા લાગ્યો ...
એણે મારા ચહેરાને હાથોમાં લઇ
ગાલ પર ચુંબન કર્યું ...
મારો શ્વાસ રોકાઈ ગયો અને આંખો બંધ ...
અંધકાર, પ્રકાશ, હૂંફ અને મેં આંખો ખોલી
આકાશ અગણિત તારાઓથી ખચિત
અને મારી આસપાસ અંધકાર
મેં ફરી તારાઓને ગણવાનું શરૂ
એક, બે, ત્રણ, ચાર ....
 
ને શ્વાસના બંધનો તૂટી ગયા,
આંખોમાંથી અગણિત આંસુઓ ખરી પડ્યા.

Email – navyadarsh67@outlook.com

Category :- Poetry