ગઝલ

દીપક બારડોલીકર
06-07-2017

કેમ કરે છે નાહક ટંટો,
માર મગનિયા, પાછો રંધો.
ના રળતર કે ના છે વળતર,
લૈ બેઠો છે ગોરખધંધો.
ડુંગર છે જોવા નીકળ્યા,
કોની ખાંધે છે આ ખંધો?
કોઈ અરીસો આપો એને,
કંગી શોધો છે આ ગંજો.
ટૌકે-ટૌકે છે સંદેશા,
તુંયે થોડાં પાળ વિહંગો.
દેશ પુકારે છે ‘દીપક’ને
હટો-ખસો, લાવો આ ડંડો.

સૌજન્ય : "નિરીક્ષક", 01 જુલાઈ 2017; પૃ. 12

Category :- Poetry