POETRY

વેસ્ટમિનસ્ટર બ્રિજ પરથી

ઈશાન ભાવસાર
15-05-2013

નથી કશું ય અદકેરું સૌન્દર્ય આ વસુંધરા પાસે એથી વધુ

ખરે જ હશે માંહ્યલો લાગણીશૂન્ય, જે ચાલ્યો જાય છે

મનોહારી આ દૃશ્યને વિણ જોયે,

નગર આ ભાસે જાણે કોઈ વસ્ત્રપ્રાવરણ સમું.

 

પ્રાતઃકાળનું માધુર્ય: પ્રશાંતરમણીય અને સ્ફુટ,

આ નૌકાઓ, મિનારા, ગુંબજો, વિલાસભવનો ને દેવમંદિરો

પામ્યા છે સુદૂર પ્રસ્તાર પેલ્લાં હરિયાળા મેદાનો અને ક્ષિતિજે ઝળુંબતા અવકાશ સુધી

રેલાતી આ નિર્ધૂમ લહેરખીઓમાં છે સઘળું ય ઝળાંઝળાં.

 

ન કદીયે અવતર્યો હશે સૂર્ય આટલો કુમાશથી

ઉપત્યકા, શિલા કે ટીલા પરે તેજનાં અંબારે 

ને કદીયે ના નિહાળી, અરે ! અનુભવી ના કદીયે આવી નિતાંત નીરવતા.

વહે છે સરિતા તેની મનોનીત મધુર-શી ચાલે

ઓ પ્રભુ ! આ નિંદ્રાધીન ભાસતી પ્યારી-શી ઈમારતો

ને નગરનાં પુરુષાર્થી હૃદયો છે હજુ મહીં પોઢેલાં !

--- વિલિયમ વર્ડઝવર્થ

મૂળ અંગ્રેજી સોનેટ :

Westminster Bridge

Earth hath not anything to show
more fair:
Dull would he be of soul who could pass by
A sight so touching in its majesty:
This City now doth, like a garment, wear

The beauty of the morning; silent, bare,
Ships, towers, domes, theatres and temples lie
Open unto the fields, and to the sky;
All bright and glittering in the smokeless air.

Never did sun more beautifully steep
In his first splendor, valley, rock, or hill;
Ne'er saw I, never felt, a calm so deep!
The river glideth at his own sweet will:
Dear God! The very houses seem asleep;
And all that mighty heart is lying still!

William Wordsworth: Poems in Two Volumes: Sonnet 14

http://ishanbhavsar.blogspot.in/2013/05/blog-post_13.html

Category :- Poetry

અદાલત

અરુણા મકવાણા
01-05-2013

હા
મેં હત્યા કરી છે.
ભ્રૂણહત્યા !
એક નાજૂક, કોમળ અને માસૂમ બાળકની,
ઘણું રડી હતી એ,
મા મને બચાવી લે,
મા મને જન્મ આપ,
હું સમાજ સુધારક બનીશ,
સ્ત્રીઓમાં ચેતના પ્રગટાવીશ,
તારું શોષણ કરનારાઓને સજા આપીશ,
મા મને જન્મ આપ,
ઘણી આજીજીઓ કરી હતી પણ ......
મેં એક ન સાંભળી,
એનો શ્વાસ રૂંધાયો હતો,
નિષ્ઠુર સમાજે મને સંવેદનહીન બનાવી દીધી હતી,
મેં એને મારાં જ હાથે .....
શા માટે ?
શા માટે, હું એને લઈ આવું આ સમાજમાં ?
જ્યાં મારું સન્માન નથી,
કારણ ... હું સ્ત્રી છું ...
તિરસ્કારો વચ્ચે જીવતી,
એક વાંઝણી સ્ત્રી ....
લોકો વાંઝણી કહે છે.
હા વાંઝણી ...
કારણ માત્ર એટલું જ ને,
હું એક પુત્રને જન્મ ન આપી  શકી?
કેટલી પીડા આપે છે આ તિરસ્કાર,
મારી જ સ્ત્રી જાતનો,
મારાં પ્રત્યેનો તિરસ્કાર  !
પાંચ પાંચ પુત્રીઓને જન્મ આપવા છતાં પણ,
હું વાંઝણી ...?
હા મેં હત્યા કરી છે.
પણ હું હત્યારી નથી.
હું ગુન્હેગાર નથી,
હત્યારો છે આ સમાજ ,જેણે મને હત્યા કરવા મજબૂર કરી,
ગુનેગાર છે આ સમાજ, જેણે મને ગુનો કરવા મજબૂર કરી.
મારે ફરિયાદ નોંધાવવી છે,
આ હત્યારા સમાજ વિરુદ્ધ,
કોઇ મને કહેશો ?
ક્યાં છે,
આ સમાજને સજા આપનારી અદાલત ?

ઈમેઈલ : anjaliparmar@ymail.com
 

Category :- Poetry